૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગતો આપો.
મ્યુનિસિપલ ઈજનેર
ફરજો
૧
નગરપાલીકાના તમામ જાહેર કામોના પ્લાન અને અંદાજો તૈયાર કરવામાં અને સ્પેશીફીકેશન પ્રમાણે કોન્ટ્રાકટર ધ્વારા અથવા પબ્લીક વર્કસ કમીટીના અધ્યક્ષની સુચના તળે ખાતા ધ્વારા આવા તમામ કામો કરાવવું.
ર
આવા કામો માટેનો માલસામાન તથા મજુરી યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલ છે તે જોવું.
૩
આવા કામો માટે પુર્ણતાનું પ્રમાણપત્ર તૈયાર કરવું અને મુખ્ય અધિકારી ને સાદર કરવું.
૪
પબ્લીક વર્કસ કમીટીના અધ્યક્ષના નીયંત્રણ હેઠળ રસ્તા, ગટર, ગરનાળાઓ, નગરપાલીકાની માલીકીની અન્ય સ્થાવર મીલ્કતની જાળવણી અને સમારકામ તેમના હસ્તક રહેશે અને જેના અમલ અંગે યોગ્ય પગલા લેવા પબ્લીક વર્કસ કમીટીના અધ્યક્ષના ધ્યાન પર લાવવા જવાબદાર રહેશે.
પ
તેણે પોતાના હસ્તક રસ્તા, ગરનાળા,ગટર વિગેરે ૩ મહીને એકવાર ઓછામાં ઓછી એકવાર તપાસવા અને સારી સ્થતીમાં જાળવવા.
૬
પુર રક્ષણ માટે તેઓ જવાબદાર રહેશે. અને સંભાળપૂર્વક દેખરેખ રાખશે.